Connect Gujarat
ધર્મ દર્શન 

મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતી, પી.એમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રેરણાદાયી સંબોધન

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રેરણાદાયી સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ અવસરે વડાપ્રધાનએ ખાસ ટપાલ ટિકિટ અને સ્મૃતિ સિક્કાનું પણ વિમોચાન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, શ્રી અરવિંદની 150મી જન્મ જયંતિની ઉજવણીના રાજ્ય વ્યાપી આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની સમિતીની રચના કરવામાં આવી છે.

15 ઑગસ્ટ, 1872ના રોજ જન્મેલા શ્રી અરવિંદ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાયમી યોગદાન આપ્યું હતું. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઉજવણી કરવાનો પ્રયાસ - આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં એક વર્ષ લાંબી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરીને શ્રી અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

Next Story