ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 114 કેસ નોંધાયા

New Update
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 114 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 114 કેસ નોંધાયા છે. જ્યારે 149 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એકપણ દર્દીનું મોત થયું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 દિવસમાં 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

• મોરબી - 27

• સુરત કોર્પોરેશન - 27

• વડોદરા - 26

• રાજકોટ કોર્પોરેશન - 19

• ગાંધીનગર - 18

• વડોદરા કોર્પોરેશન - 16

• અમરેલી - 12

• બનાસકાંઠા - 6

• ભરૂચ - 6

• રાજકોટ - 6

• ગાંધીનગર કોર્પોરેશન - 4

• મહેસાણા - 4

• સુરત - 4

• સુરેન્દ્રનગર - 3

• કચ્છ - 2

• પોરબંદર - 2

• અમદાવાદ - 1

• આણંદ - 1

• ભાવનગર -

• સાબરકાંઠા - 1

• વલસાડ - 1

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના 301 કુલ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 149 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1849 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 8 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1841 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Latest Stories