ચીનના જાની દુશ્મન તાઇવાનની રાજધાનીમાં કરાયું હિન્દુ મંદિરનુ ઉદ્ઘાટન, નામ આપ્યું ‘બધાનું મંદિર’.....

તાઈવાનમાં રહેનારા ભારતીયો માટે જ નહીં પણ તાઈવાનના નાગરિકો માટે પણ આ મંદિર મહત્વ ધરાવે છે.

New Update
ચીનના જાની દુશ્મન તાઇવાનની રાજધાનીમાં કરાયું હિન્દુ મંદિરનુ ઉદ્ઘાટન, નામ આપ્યું ‘બધાનું મંદિર’.....

ચીન જેને પોતાનો એક હિસ્સો ગણાવે છે તેવુ તાઈવાન ભારતની નજીક આવવા માટે તો કેટલાય સમયથી પ્રયત્ન કરી રહ્યુ છે.હવે તાઈવાનમાં ભારત અને તાઈવાનના સાંસ્કૃતિક સબંધો વધારે મજબૂત બને તેવુ કામ થયુ છે. તાઈવાનની રાજધાની તાઈપેઈમાં એક હિન્દુ મંદિરનુ ઉદઘાટન કરવામાં આવ્યુ છે. તાઈવાનના હિન્દુ મંદિરને બધાનુ મંદિર એવુ નામ આપવામાં આવ્યુ છે. બંને દેશોના લોકો વચ્ચેના સબંધોમાં એક મહત્વનો માઈલ સ્ટોન આ મંદિર સાબિત થઈ શકે છે.

આ મંદિર નિર્માણનુ શ્રેય બે દાયકાથી તાઈવાનમાં વસેલા પ્રવાસી ભારતીય અને એક પ્રસિધ્ધ ઈન્ડિયન રેસ્ટોરન્ટના માલિક એન્ડી સિંહ આર્યને આપવામાં આવી રહ્યુ છે. તાઈવાનમાં આઈઆઈટી ઈન્ડિયન્સ ગ્રુપની સ્થાપના કરનાર પૈકીના એક ડોક્ટર પ્રિયા લાલવાણીએ કહ્યુ હતુ કે, તાઈવાનમાં રહેનારા ભારતીયો માટે જ નહીં પણ તાઈવાનના નાગરિકો માટે પણ આ મંદિર મહત્વ ધરાવે છે.

આ મંદિર બતાવે છે કે, તાઈવાનના લોકોને પણ તેની અગત્યતતાની જાણકારી છે. ભારત અને તાઈવાનના સાંસ્કૃતિક સબંધોમાં આ એક ઐતીહાસિક પળ છે. મંદિર તાઈવાન માટે શુભ સાબિત થશે અને આ દેશમાં ખુશીઓ તેમજ શાંતિ લઈને આવશે...

Latest Stories