ભરૂચ: મઠ-મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપ ગુજરાત દ્વારા 51 હિંડોળાના સામુહિક નૈવેધનું આયોજન કરાયુ

51 હિંડોળાના સામુહિક નૈવેધ-06 (છ)નું મહા આયોજન સદગુરૂ શ્રી હરિબાવા સમાધી મંદિર મઠ-મહેગામ ખાતે કરવામાં આવ્યુ જેમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા

New Update
math
ભરૂચના મઠ-મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપ ગુજરાત દ્વારા 51 હિંડોળાના સામુહિક નૈવેધ-06 (છ)નું મહા આયોજન તારીખ 22/11/2025 ના રોજ સદગુરૂ શ્રી હરિબાવા સમાધી મંદિર મઠ-મહેગામ ખાતે કરવામાં આવ્યુ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી પણ ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 
51 પરિવારો આ સમૂહ નૈવેધમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા,માનતા પૂરી કરી હતી. સદગુરૂ શ્રી હરિબાવા ગોસાઇની કિર્તી અને મહિમા ઘરે-ઘરે પહોંચેએ ઉદ્દેશથી અત્યાર સુધી 14,571 નંગ કેલેન્ડર વિતરણ તથા 26,305 નંગ જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ સહિતના સેવા કાર્યો કરવામાં આવ્યા છે.
Latest Stories