ભરૂચ : સંગીતના 40 વાદ્યોમાંથી 9 ફૂટના ઇકોફ્રેન્ડલી શ્રીજીનું શ્રીજીપુરી યુવક મંડળે કર્યું અનોખુ સર્જન

વેસ્ટમાંથી બેસ્ટ ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં માટે ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારનું શ્રીજીપુરી યુવક મંડળ પ્રેરણારૂપ બન્યું

New Update

શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી

શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા શ્રીજીની અનોખી પ્રતિમાનું સર્જન

સંગીતના 40 વાદ્યોમાંથી 9 ફૂટના ગણેશજીની પ્રતિમા બનાવી

રૂ. 10 હજારના ખર્ચે 100 કીલો વજન ધરાવતી પ્રતિમા બનાવી

વાજિંત્રોમાંથી નિર્માણ કાયરેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા

 ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 1992થી વિવિધ વસ્તુઓ જેવી કેવેસ્ટમાંથી બેસ્ટ ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં માટે ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારનું શ્રીજીપુરી યુવક મંડળ પ્રેરણારૂપ બન્યું છેત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સાથે જ ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છેતેવો સંદેશ શ્રીજી પુરી યુવક મંડળે આપ્યો છે. શ્રીજીપુરી યુવક મંડળના આગેવાન રાકેશ ભટ્ટના માર્ગદર્શનથી મંડળના સભ્યો દ્વારા 20 દિવસના સમયગાળામાં શ્રીજી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે.

જેમાં સંગીતના વિવિધ વાજિંત્રો જેવા કેહાર્મોનિયમસિતારતબલાઢોલકનગારુંવાંસળીઓ અને મંજીરા સહિત 40 જેટલા વાદ્યોનો ઉપયોગ કરી અંદાજીત 10 હજાર રૂપિયાના ખર્ચે 100 કીલોથી વધુ વજનની 9 ફૂટની ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છેતારે હાલ તો ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતામાં વાજિંત્રોમાંથી નિર્માણ કાયરેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Latest Stories