New Update
/connect-gujarat/media/post_banners/acc7b97876929e2d501d00b07e06560f69aed5917c6796f678419e2fc7e1b003.webp)
શ્રાવણ માસના પોતાના સમાપન તરફ પહોચ્યો છે ત્યારે સોમનાથ તીર્થમાં મહાદેવના દર્શને આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે શ્રાવણી અમાસના પર્વે સોમનાથ મહાદેવને વિશેષ અમરનાથ દર્શન શ્રૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા.
શ્રાવણ માસની પૂર્ણિમા પર અમરનાથનું પ્રકૃતિક શિવલિંગ પોતાના મૂળ સ્વરૂપમાં હોય છે. જ્યારે શ્રાવણ માસની અમાવસ્યા સુધીમાં શિવલિંગ ઓજલ થવાનું શરૂ થાય છે. ત્યારે સોમનાથ મહાદેવને પૂર્ણ સ્વરૂપ અમરનાથ શ્રૃંગાર કરીને ભકતોને સોમનાથ મહાદેવની સાથે શિવજીના અમરનાથ સ્વરૂપના દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. ત્યારે સોમનાથ મહાદેવના અમરનાથ સ્વરૂપના અલૌકિક દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.
Latest Stories