પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે આ સાતમ–આઠમની રજા વચ્ચે ભાવિક ભક્તો દ્વારા ભગવાન શિવના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરવાનો અનેરો મહિમા છે. ભગવાન શિવના દરેક શિવાલયો સાથે અનેરું મહત્વ અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, તો આવું જ એક શિવાલય કે, જે સૌરાષ્ટ્રનું અમરનાથ તરીકે જાણીતું છે. આ શિવાલય કે, જેની સાથે રોચક કથા જોડાયેલી છે. તો આ જ્ગ્યા ક્યાં આવેલી છે, અને ત્યાં કેવી રીતે પહોચી શકાય, અને આ મંદિર સાથે શું ઇતિહાસ જોડાયેલો છે.
આપણે અહી વાત કરી રહ્યા છે, એક એવા શિવ મંદિરની..કે, જેને સૌરાષ્ટ્રના અમરનાથ તરીકે ઓળખવામાં આવે છે. આ એક હશ્યમય મંદિર છે કે, જે આશરે 5 હજાર વર્ષ પુરાણું મંદિર છે, તેમ માનવમાં આવે છે કે, અહી અવિરત પાણી વહેતું રહે છે, આ એ ઝરીયા મહાદેવ કે, જ્યાં શિવલિંગ પર સતત પાણી ટપકતું રહે છે. આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના થાનથી માત્ર 20 કિમીના અંતરે જંગલમાં આવેલું છે. ઝરીયા મહાદેવ બહુ જ નાની એવી જગ્યામાં આવેલું મંદિર છે. પહાડો અને જંગલોમાં ઘટાદાર વૃક્ષોની વચ્ચે આ મંદિર આવેલું છે. આ મંદિરની એક ગુફામાંથી સતત શિવલિંગ પર સ્વયંભુ રીતે જળાભિષેક થાય છે. સૌરાષ્ટ્રનું આ મંદિર એટલું જાણીતું છે કે, ભક્તો અહી નિયમિત દર્શન કરવા આવે છે. કહેવાય છે કે, ઝરીયા મહાદેવના દર્શને આવતા દરેક ભાવિક ભક્તોનું અહિયાની વનરાજી, વૃક્ષો અને એકદમ લીલુછમ વાતાવરણ મન મોહી લે છે.