Connect Gujarat
ધર્મ દર્શન 

અમરેલી: લીલીયામાં ઉમિયા માતાના મંદિરનો રજત જયંતિ મહોત્સવ ,અનેક કાર્યક્રમોનું આયોજન

મુખ્યમંત્રીથી લઈને પાટીદાર નેતાઓ આ રજત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે...

X

અમરેલી જિલ્લાના લીલીયામાં ઉમિયા માતાના મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવાય છે ત્યારે આ મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લાનું લીલીયા શહેર બન્યું છે ભક્તિમય...લીલીયા ખાતે આવેલ ઉમિયા માતાજીના રજત જયંતિ મહોત્સવની તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.તારીખ 7 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના આ ચાર દિવસના મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે.ઉમિયા રજત મહોત્સવના પ્રસંગે અનેક કાર્યક્રમોની વણઝાર રાખવામાં આવી છે મુખ્યમંત્રીથી લઈને પાટીદાર નેતાઓ આ રજત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે...

આમ તો આ રજત જયંતિ મહોત્સવ બે વર્ષ પહેલા ઉજવવાનો હતો અને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હતી પરંતુ કોરોના શરૂ થવાથી આ મહોત્સવ બંધ રહ્યો ત્યારે આ મહોત્સવમાં મેડિકલ કેમ્પ કૃષિ પ્રદર્શન, બાળકો માટે મનોરંજન નગરી રોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને સૌથી મહત્વની વાત કેન્દ્રના મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રજતતુલા કરવામાં આવશે..

Next Story