New Update
અંકલેશ્વરમાં નિર્માણ પામ્યું શિવાલય
સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
મહેસુલી સ્ટાફ ક્વાર્ટરમાં નિર્માણ
નાયબ કલેકટર ભવદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકા સેવા સદનની બાજુમાં મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.અંકલેશ્વર તાલુકા સેવા સદનની બાજુ માં આવેલ મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ મંદિરનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે શાસ્ત્રોકવિધી અને પૂજા અર્ચના સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
સોમનાથ મહાદેવ સાથે માઁ પાર્વતી ,ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે મંદિરના શિખર પરના સ્તંભ પર ધર્મ ધજારોહણ અને કળશની સ્થાપના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Latest Stories