New Update
આજે પવિત્ર શ્રાવણ બીજો શનિવાર
અંકલેશ્વરના શ્યામ મિત્ર મંડળ દ્વારા આયોજન
ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રા નિકળી
500થી વધુ પદયાત્રીઓ જોડાયા
સંકટ મોચન હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી
અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા ઝઘડિયાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી 25 કી.મી.ની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો સંકટ મોચન હનુમાન દાદાની ભક્તિમાં લીન બને છે ત્યારે અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા 25 કી.મી.પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન ચોકડી સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર ખાતેથી ડી.જે.ના નાદ સાથે આ પદયાત્રા નીકળી હતી જેમાં પદયાત્રીઓ ઝઘડિયાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ ખાતે જવા રવાના થયા હતા. આ પદયાત્રામાં 500થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા. શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ ગુમાનદેવ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
Latest Stories