Connect Gujarat
ધર્મ દર્શન 

પંજાબના જલંધરમાં આવેલ માતાજીના શક્તિપીઠનું છે અનેરું મહત્વ,વાંચો કેમ મોટી સંખ્યામાં લોકો અહી માથુ નમાવે છે

પંજાબના જલંધરમાં આવેલ માતાજીના શક્તિપીઠનું છે અનેરું મહત્વ,વાંચો કેમ મોટી સંખ્યામાં લોકો અહી માથુ નમાવે છે
X

આસો મહિનાના શુક્લ પક્ષની નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે શારદીય નવરાત્રી એ દેવીનો તહેવાર છે, જે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની શરૂઆતમાં આવે છે, આ દિવસોમાં વ્રત રાખવાથી સ્વાસ્થય સારું રહે છે, માતાજીનાં નવલા નોરતા દરમિયાન માઁ ના અલગ અલગ સ્વરૂપોની પુજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે માતાજીની આરાધના માટે માટીના ગરબાની નવ દિવસ સ્થાપના કરી તેમાં દીવો કરવામાં આવે છે, તે પાછળની કથા પણ અતિ પ્રચલિત છે, જગ વિખ્યાત જગત જનની માઁ જગદંબાના મંદિરો ભારતભરમાં છે, તેના શક્તિપીઠોની વાત કરીયે તો 51 છે અને બધા શક્તિપીઠ સાથે જોડાયેલી કથા પ્રચલિત છે.


સૌથી પ્રમુખ મનાતું આ શક્તિપીઠ 51 શક્તિપિઠોમાં સામેલ સૌથી પ્રમુખ સ્થળ જલંધર શક્તિપીઠ આ મંદિર પંજાબના જલંધરમાં આવેલું છે, હિંદુધર્મ પુરાણો અનુસાર જ્યાં જ્યાં સતીના અંગો અને ધારણ કરેલા વસ્ત્રો અને આભૂષણ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું, અને તે અતિ પાવન તીર્થ સ્થાન કહેવાયા, આ તીર્થ પૂરા ભારતભરમાં આવેલા છે, દેવીપુરાણ અનુસાર 51 શક્તિપીઠોનું વર્ણન આપેલું છે, માતાના જલંધર શક્તિપીઠમાં કહેવાય છે કે વામ સ્તન પડ્યા હતા, અહી શક્તિ ત્રિપુરમાલિની તથા ભૈરવ ભીષણ છે, આ શક્તિપીઠમાં માતાની ત્રિપુરમાલીની અને ભૈરવના રૂપમાં પુજા કરવામાં આવે છે,કહેવાય છે કે જે પણ ભક્ત શ્રદ્ધાથી આ શક્તિપીઠમાં પુજા અર્ચના કરે છે તેની બધી મનોકામના પુર્ણા થાય છે, અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, આ શક્તિપીઠમાં બધા તહેવારો ધૂમધામથી મનાવવામાં આવે છે, વિશેષમાં દુર્ગા પુજા અને આ મહાન શારદીય નવરાત્રી દરમિયાન પૂજાનું આયોજન કરવામાં આવે છે, માતાજીના નોરતા દરમિયાન મંદિરને વિશેષ રૂપથી શણગારવામાં આવે છે, મંદિરનું આ આધ્યાત્મિક વાતાવરણ મનને શાંતિ આપે છે.




Next Story