અયોધ્યાના નવા રામ મંદિરમાં પહેલી મૂર્તિ સ્થાપિત થયા બાદ રામલલાની બીજી તસવીર સામે આવી છે. પ્રખ્યાત મૂર્તિકાર સત્ય નારાયણ પાંડે દ્વારા આ બીજી મૂર્તિ બનાવાઈ છે જેને પહેલા માળે રામદરબારમાં રાખવામાં આવી શકે છે. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી. શાસ્ત્રોમાં તેનું વર્ણન નિલંબુજમ શ્યામમ કોમલાગમ તરીકે કરવામાં આવ્યું છે... તેથી કાળા રંગની શ્રી રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે બાાકીની બે મૂર્તિઓને મંદિરમાં જ સમાવવામાં આવશે.
બીજી મૂર્તિની તસવીરમાં સફેદ રંગની હોવાનું જોવા મળે છે. આમાં હનુમાનજી પણ ભગવાન રામના ચરણોમાં બિરાજમાન છે, તો ચારે બાજુ ભગવાન વિષ્ણુના અવતારો બનાવવામાં આવ્યા છે. આમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની આકૃતિઓ 1- મત્સ્ય, 2- કુર્મા, 3-વારાહ, 4- નરસિંહ, 5- વામન, 6- પરશુરામ, 7- રામ, 8- કૃષ્ણ, 9- બુદ્ધ અને 10માં કલ્કિ અવતારની આકૃતિઓ બનાવાઈ છે.