અયોધ્યા: રામ મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવાયુ,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

New Update
અયોધ્યા: રામ મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવાયુ,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. આજે સવારે 3 વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ મંદિરની બહાર જોવા મળી છે. મંદિરના ગેટ જેવા ખુલ્યા લોકો પહેલાં અંદર જવા માટે ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા. મંદિરની સામે લોકો બેકાબૂ થઈ રહ્યા છે. બેરિકેટ્સ કૂદીને આગળ વધી રહ્યા છે. પોલીસ તેમને રોકી રહી છે છતાંય લોકો માની રહ્યા નથી. રામ મંદિર પહોંચી રહેલાં દર્શનાર્થીઓના મોબાઈલ હજારોની સંખ્યામાં છે. તેને જમા કરાવવાની વ્યવસ્થા અત્યારે પોલીસ અને મેનેજમેન્ટ પાસે નથી. રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષામાં તહેનાત એક અધિકારીનાં જણાવ્યા પ્રમાણે જે લોકો મોબાઈલ લઇને પહોંચી રહ્યા છે, તેમને અટકાવવા પણ અત્યારે શક્ય નથી.

Latest Stories