શારદીય નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતની પુત્રી. માં શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી ખુદ પરામ્બા પાર્વતીનું સ્વરુપ છે આ. માં ના સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ છે. માં શૈલપુત્રી અખંડ સૌભાગ્યની દાતા છે. કોઇપણ પ્રકારની કાર્ય સિદ્ધિ માટે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માંના આ સ્વરુપની પૂજા અર્ચના કરવામાં આવે છે.
પોતાનું ધ્યાન શરીરમાં આવેલ મૂલાધાર ચક્ર પર કેન્દ્રિત કરી નીચેના મંત્ર સાથે શૈલપુત્રીનું ધ્યાન ધરો…
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
આસુ નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના અને નવદુર્ગાની પૂજા-આરાધના કરવામાં આવે છે. આસુ નવરાત્રીનું પ્રથમ નોરતું 15 ઓક્ટોબરના રોજ છે. આસુ નવરાત્રીના પ્રથમ નોરતે સવારે 11:44 થી બપોરે 12:30 સુધી કલશ સ્થાપિત કરવાનું મુહૂર્ત છે.
મા શૈલપુત્રીની પૂજા પદ્ધતિ
કળશની સ્થાપના કર્યા બાદ મા શૈલપુત્રીની પૂજા કરો. તેમને અક્ષત, ધૂપ, દીપક, ફૂલ, ફળ, મીઠાઈ, નૈવેદ્ય વગેરે અર્પણ કરો. તમારી મનોકામના પૂર્ણ કરવા માટે મા શૈલપુત્રીને કાનેરના ફૂલ ચઢાવો અને તેમને ગાયનું ઘી ચઢાવો. પૂજા દરમિયાન મા શૈલપુત્રીના મંત્રોનો જાપ કરો. જો તમારી કુંડળીમાં ચંદ્રનો દોષ હોય અથવા ચંદ્ર નબળો હોય તો તમે મા શૈલપુત્રીની પૂજા કરો, તમને લાભ મળશે. માતા શૈલપુત્રીનો જન્મ માતા સતીના આત્મદાહ પછી થયો હતો. કઠોર તપસ્યા પછી, તેમના લગ્ન ભગવાન શિવ સાથે થયા. માતા શૈલપુત્રીની પૂજા દરમિયાન આ દિવસે પીળો રંગ પહેરવું શુભ ગણાય છે. તેથી આ દિવસની પૂજા પીળા કપડાં પહેરીને કરવી જોઈએ.
માતા શૈલપુત્રીને ધરાવો ઘીનો ભોગ
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રી રોગો અને દરેક સંકટમાંથી મુક્તિ આપે છે. તેથી નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ.