આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી

New Update
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે.

પાવગઢમાં વહેલી સવારથી માતાજીનાં દર્શન માટે ભક્તોએ લાંબી કતારો લગાવી છે. માતાજીના દર્શન માટે દુર દૂરથી પગપાળા સંઘ પણ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી રહ્યા છે.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, એમ.પી, રાજસ્થાન સહિતનાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થી પાવાગઢ મંદિર ખાતે પહોંચ્યા છે. યાત્રાળુઓ ના ઘસારાને ઘ્યાને લઇ જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રોપ વે સર્વિસ પણ વહેલી સવારનાં 4 વાગ્યા થી શરૂ કરી દેવામાં આવી છે. બસોમાં ખીચોખીચ ભરાઈને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પાવાગઢ આવી રહ્યા છે.