Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: પાલેજ પંથકમાં ઇદે મિલાદ પર્વની ઉજવણી,ભવ્ય ઝૂલૂસ નીકળતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

X

ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં ગુરુવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઇદે મિલાદ નિમિત્તે વહેલી સવારે નગરની મક્કા મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

પાલેજ સ્થિત મદની હૉલમાં મળસ્કે મક્કા મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા નબી સાહેબની શાનમાં કસિદા પેશ કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો ઉમટી પડ્યા હતા. સવારે આઠ કલાકે અંજુમને અનીસૂલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ એક વિશાળ ઝુલુંસે મુહમ્મદી સલાતો સલામના પઠન સાથે મક્કા મસ્જિદ પાસેથી રવાના થયું હતું. ઝુલુસ જ્યારે નગરના મુખ્ય બજારમાં પહોંચ્યું ત્યારે ગણેશોત્સવ સમિતિના આયોજકો દ્વારા ઝુલુસના આયોજકોનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરી કોમી એકતાની સોડમ પ્રસરાવી હતી

Next Story