/connect-gujarat/media/post_banners/5350139f0b12e12b08d400e139624e9f9059dc18225dda539ab2906f08584565.webp)
ભરૂચ ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડ અભિષેક કાર્યક્રમનું અખિલ ભારતીય હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાવડ યાત્રામાં સનાતન શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત અધ્યક્ષ સંત શ્રી દિલીપદાસજી પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્ધારા આયોજિત ભરૂચ ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિર કાવડ અભિષેક યાત્રામા હિન્દુ ધર્મ સેના ગુજરાત સંરક્ષક સંત માધવપ્રિયદાસજી, સંત મુકતાનંદજી તથા સાધુ સંતો,અને વિશ્વ હિન્દુ પરિષદ ,રાષ્ટ્રીય હનુમાન દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નમો નમો મોરચા ભારત, હિન્દુ મહાસભા, જેવા હિન્દુ સંગઠનો ના કાર્યકરો હોદ્દેદારો આગેવાનો અને સામાજિક અગ્રણીઓ આ કાવડ યાત્રામાં જોડાયા હતા.