ઝાડેશ્વર ચોકડી ઉપર આવેલા 25 થી વધુ લારી ગલ્લાઓ ને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખસેડવામાં આવ્યા હતા.
હાલ નેશનલ હાઈવે ઓર્થોરિટી દ્વારા હાઇવે પર આવેલા તમામ લારી ગલ્લા હટાવવાનું ઝુંબેશ ચાલી રહ્યું. છે ત્યારે આજરોજ ભરૂચ ની ઝાડેશ્વર ચોકડી ઉપર 25 થી લાડી ગલાઓને ખસેડવામાં આવ્યા હતાં.ગત ગુરુવારના રોજ સાંજે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તમામ લારી ગલ્લા ધારોકોને મૌખિક જાણ કરવામાં આવી હતી કે આવતીકાલે તમામ લારી ગલ્લા હટાવી લેવા વિનંતી કરવામાં આવી હતી પરંતુ ન હતાવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઝાડેશ્વર ચોકડી પરના 25 થી વધુ લારી ગલ્લાઓને ખસેડવામાં આવ્યા હતા.
લારી ગલ્લા ધારકો જણાવી રહ્યા હતા કે અમને કોઈ જ પ્રકારની નોટીસ વગર ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે ઓથોરિટીની એક ગાડી આવી અને અમને જાણ કરવામાં આવી હતી કે આવતીકાલે આપે આ તમામે હટાવી લેવા પરંતુ એક દિવસની ટૂંકી નોટિસમાં અમારે આ મારો આટલો મોટો સામાન કઈ રીતે હટાવો ત્યારે આજે તેઓ જીસીબી લઈને આવી તમામ લારી ગલ્લાને હટાવી દીધા હતા.25 લારી ગલ્લા હતી જવાથી તમામ કામ વિહોના થઈ ગયા હતા
ઝાડેશ્વર ચોકડી પર રહેલા લારીગળા ધારકોએ ભરૂચ ના સ્થાનિક રાજકીય નેતાઓને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તેઓએ આ બાબતે કોઈ જ પ્રકારની મદદરૂપ ન થતા તેઓમાં ભારે નારાજગી દેખાઈ રહી હતી.ઝાડેશ્વર ચોકડી પરના લાડી ઓ હતાવવાની કામગીરીને લઈ ઝાડેશ્વર ચોકડી પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો