ભરૂચ : ગૌમાતાના સાનિધ્યમાં પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ દ્વારા "સમૂહ સર્વપિતૃ તર્પણ" પૂજા યોજાય .

પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. પિતૃતર્પણએ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે

New Update
ભરૂચ : ગૌમાતાના સાનિધ્યમાં પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ દ્વારા "સમૂહ સર્વપિતૃ તર્પણ" પૂજા યોજાય .

શ્રી પરશુરામ સંગઠન અને પાંજરાપોળ દ્વારા આયોજન

ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વપિતૃ તર્પણ પુજા કરાય

શ્રી પરશુરામ સંગઠનના સભ્યો રહ્યા વિશેષ ઉપસ્થિત

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી ગૌમાતાના સાનિધ્યમાં "સમૂહ સર્વપિતૃ તર્પણ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ તેમ, સનાતન હિંદુ ધર્મમાં 3 પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે. દેવઋણ, ઋષિઋણ તથા પિતૃઋણ. જેમાં પિતૃઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ધપક્ષમાં ગૌદાનનો મહિમા સવિશેષ માનવમાં આવે છે.

પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. પિતૃતર્પણએ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે, ત્યારે સર્વપિતૃના સંતુષ્ટિ માટે ગૌમાતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી સમૂહ સર્વ પિતૃતર્પણ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય તરીકે કિરણ જોશીએ સેવા આપી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ બિપિન ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રમુખ કૃણાલ દવે, જ્યેન્દ્ર ભટ્ટ, ગૌપૂજારી કૌશિક જોશી, મીના જોશી સહિત મોટી સંખ્યામાં શ્રી પરશુરામ સંગઠનના સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા.

Latest Stories