Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : હીરાબાનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો…

વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ : હીરાબાનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો…
X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ હીરાબાનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે આજે લાભ પાંચમના પવિત્ર દિવસે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરી નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરી લોજ ગામમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે સંવત્‌ 1857માં કારતર સુદ એકમના રોજ નવા વર્ષે સૌ પ્રથમવાર તેમના સદગુરુ શ્રી રામાનંદસ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું, ત્યાં સૌપ્રથમ વાર અન્નકૂટ મહોત્સવની શરૂઆત કરી હતી.

ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર બેસતાં વર્ષે અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સૂર્યગ્રહણ હોવાથી વડતાલ સંસ્થા સંચાલિત દરેક સ્વામિનારાયણ મંદિરોમાં કારતક સુદ પાંચમ એટલે કે, લાભ પાંચમના શુભ દિવસે અન્નકૂટ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચના હીરાબાનગર ખાતે આવેલા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

જેમાં વડતાલ સંસ્થાન સંચાલિત દાંડિયાબજાર સ્વામિનારાયણ મંદિરેથી સંતો-મહંતો પધાર્યા હતા, જ્યાં સંતો-મહંતોએ સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારી હતી. ત્યારબાદ ભક્તોને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

Next Story