Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ-ઝાડેશ્વરના 125મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

સદા સ્મરણિય સદગુરુ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની કૃપા કરુણાથી તેમના 125માં પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ-ઝાડેશ્વરના 125મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...
X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના 125મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી સ્વામી અલગગિરિજી મહારાજના તંદુરસ્ત દીર્ધાયુ આયુષ્યના સંકલ્પ સ્વરૂપે પાવન સલીલા માઁ નર્મદા નદીના કિનારે વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ઝાડેશ્વર ખાતે સદા સ્મરણિય સદગુરુ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની કૃપા કરુણાથી તેમના 125માં પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે સવા લાખ દતબાવનીના સંકલ્પ સ્વરૂપે ભરૂચ રંગ અવધૂત પરિવારના સહયોગથી પરમ પૂજ્ય સદગુરુ રંગ અવધૂત મહારાજના આશીર્વાદ અને કૃપાથીઆ સંકલ્પને પરિપૂર્ણ કરવા ઝાડેશ્વર ગામે વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે આજરોજ સવા લાખ દત્ત બાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર પરિવારના અનુયાયો પણ જોડાયા હતા જેમાં ખાસ મહંત માતા શિવાનંદગીરીજી માતાજી અને રંગ અવધૂત પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી દત્ત બાવનીની શરૂઆત કરવામાં આવી હતી.

Next Story
Share it