Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : દૂધધારા ડેરીની 64મી વાર્ષિક સાધારણ સભા મળી, ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. 611.20 કરોડ : ડેરી ચેરમેન

X

દૂધધારા ડેરીની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાય

ડેરીએ 4.96 લાખ લીટર દૂધ એકત્ર કરી રેકોર્ડ કર્યો

ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. 611.20 કરોડ : ડેરી ચેરમેન

ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દૂધધારા ડેરી ભરૂચની ૬૪મી વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને યોજાય હતી. વાર્ષિક સાધારણ સભામાં દૂધધારા ડેરીના સંઘ, સભાસદ મંડળીના પ્રતિનિધિઓ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભાની શરૂઆત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અનિર્દેશ સ્વામીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સ્વામીએ દૂધધારા ડેરીની વિકાસ યાત્રાને બિરદાવી હતી, તથા ડેરીએ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા બદલ ચેરમેન ઘનશ્યામ પટેલને બિરદાવ્યા હતા. દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગર પટેલએ સાધારણ સભામાં પધારેલ મંડળી પ્રતિનિધિઓ, ચેરમેન, સેક્રેટરી, દૂધ ઉત્પાદકો, ડેરીના માજી ચેરમેન, ડિરેક્ટરો, માજી ડિરેક્ટરો, તાલુકા પંચાયત પ્રમુખ, સદસ્યો વિગેરે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથોસાથ ડેરીની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો. આ સાથે જ દુધાળા પશુઓની બેન્કેબલ યોજનાની માહિતી આપી હતી. આ ઉપરાંત ૯ ટકા ડિવિડન્ડ અંગેની માહિતી આપી હતી.

સંસ્થાના મુંબઈ ડેરી પ્રોજેક્ટ અને મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાવ, ધુલિયા, બુલદાણા, જાલના જિલ્લાઓમાં ફેડરેશનની પરવાનગીથી અમુલ પેટર્ન મુજબ કરવામાં આવતા પ્રોક્યોરમેન્ટની માહિતી આપી હતી. તાજેતરમાં ૨૮મી તારીખે દૂધધારા ડેરીએ ઐતિહાસિક ૪,૯૬,૦૦૦ લીટર દૂધ એકત્ર કરી રેકોર્ડ કર્યો હતો. તે બદલ સર્વે દૂધ ઉત્પાદકોને અભિનંદન આપ્યા હતા. દૂધ મંડળીના કમિશન ઉપરાંત કિલો ફેટ એ દૂધ મંડળીના કર્મચારીઓને રૂપિયા પાંચ ઇન્સેટિવ સંઘ તરફથી આપવાની જાહેરાત કરી હતી. વધુમાં ઓનલાઇન ચોપડા લખવા તેમજ કોમન એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં હિસાબ લખવા ટ્રેનિંગ આપવાની પણ જાહેરાત કરી હતી. જોકે, કોમન સોફ્ટવેર તેમજ મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતી આપી હતી, અને ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં પેપરલેસ કરવા માટે સંઘ તરફથી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. મહારાષ્ટ્ર પ્રોક્યોરમેન્ટ જિલ્લાઓમાં જમીન ખરીદી ચિલીંગ સેન્ટર બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. ચેરમેન ઘનશ્યામ પટેલે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી સાધારણ સભાની કામગીરીની શરૂઆત કરી હતી. દૂધધારા ડેરી ભરૂચના માજી ચેરમેન ઠાકોર અમીન, પત્રકાર જગદીશ પરમાર, ડેરીના કર્મચારીઓ ડોક્ટર એ.બી.પટેલ તથા જીજ્ઞેશ પટેલ વિગેરેને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી સમગ્ર સભાએ બે મિનિટ મોન પાડ્યું હતું. ગત નાણાકીય વર્ષમાં દૂધધારા ડેરીનું વાર્ષિક ટનૅ ઓવર ૬૧૧.૨૦ કરોડ રહ્યું હતું. મુંબઈ ખાતે નવો ડેરી પ્લાન્ટ ચાલુ નાણાકીય વર્ષમાં કાયૅરત થઈ જશે તેવી જાહેરાત કરી હતી. સુમુલ ડેરી-સુરત તરફથી દૂધધારા ડેરી-ભરૂચના કાર્યક્ષેત્રમાંથી દૂધ સંપાદન પ્રવૃત્તિ અટકાવવા માટે કાર્યવાહી કરવા સાધારણ સભાએ ઠરાવ કર્યો હતો. ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલે સાધારણ સભામાં દૂધના હાલના ખરીદ ભાવમાં રૂ. ૭૮૦/-માં વધારો કરીને રૂ. ૮૦૫/- પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરી હતી. જેને સભાએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સાધારણ સભામાં પીએચડી ડો. પ્રવિણા વસાવાએ ખાસ ઉદબોધન કર્યું હતું, જેમનું દૂધધારા ડેરીના મહિલા ડિરેકટરોએ સન્માન પણ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાંથી વય નિવૃત થયેલ સહકારી અધિકારી ગ્રેડ-ટુ સુરેશ આહિરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દૂધ સંઘ ભરૂચના ડિરેક્ટર હેમંતસિંહ રાજ તથા જીગ્નેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ સાધારણ સભાનું સફળ સંચાલન પરિમલસિંહ યાદવ એ કર્યું હતું.

Next Story