Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગર : સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 1200 થી વધુ અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

X

નવા વર્ષે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ભક્તોની કતારો લાગી

સ્વામિનારાયણ ભગવાનના અન્નકૂટમાં 1200 થી વધુ વાનગીઓ હતી

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહી ભગવાનની આરતી ઉતારી

આજથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે નવા વર્ષને આવકારવા અને શુભેચ્છા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત મોતીબાગ ટાઉનહોલ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ શહેરનાં અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 1200 થી વધુ સામગ્રીઓ અન્નકૂટમાં પીરસવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘણી ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મંત્રી જીતું વાઘણીએ ભગવાન સ્વામિનારાયણની આરતી કરી અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા

આજથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે નવા વર્ષને આવકારવા અને શુભેચ્છા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત મોતીબાગ ટાઉનહોલ ખાતે સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું, નવા વર્ષની વધામણી સાથે સૌ ઉપસ્થિતોએ એક બીજાના મોઢા મીઠા કરાવી નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, જેમાં કેબિનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મેયર કીર્તિબેન દાણીધારિયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ કમિશનર અને મનપાના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરમાં આજે નૂતન વર્ષના પ્રારંભે શહેરના વાઘવાડી રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટનાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જોકે આજે વહેલી સવાર થી ભાવનગરનાં દેવ મંદિરોમાં દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી ઠેર ઠેર હવેલીઓ તેમજ સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજે સવારથી ભક્તજનો પોતાના રોજગાર અને સ્વાસ્થ સારું નવા વર્ષમાં સારું નીવડે તેને લઈ ભગવાનનાં દર્શન માટે મંદિરોમાં ઉમટ્યા હતા. શહેરનાં અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 1200 થી વધુ સામગ્રીઓ અન્નકૂટમાં પીરસવામાં આવી હતી

Next Story