/connect-gujarat/media/post_banners/06eef47d1d540ba2af2e46140ef44b499f06f9720eec7ecd001295ea1ed86ebb.webp)
'ચંદ્રયાન-3' મિશન દરમિયાન, ચંદ્ર અને તેના પર હાજર વસ્તુઓને 3D ઈફેક્ટ (ત્રણ પરિમાણ)માં જોવા માટે પ્રજ્ઞાન રોવર દ્વારા ખાસ 'એનાગ્લિફ' પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ઇસરોએ મંગળવારે (5 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર જાહેર કરતી વખતે આ માહિતી આપી હતી.
તસવીરમાં ચંદ્રની સપાટી અને વિક્રમ લેન્ડર દૃશ્યમાન છે. રોવરે ઈસરોની ઈલેક્ટ્રો-ઓપ્ટિક સિસ્ટમ્સ (LEOS) લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલી NavCam નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનાગ્લિફ ઈમેજ કેપ્ચર કરી હતી.
ISRO એ સમજાવ્યું, “Anaglyph એ સ્ટીરિયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી ત્રણ પરિમાણોમાં ઑબ્જેક્ટ અથવા ભૂપ્રદેશનું એક સરળ દૃશ્ય છે. અહીં દર્શાવેલ એનાગ્લિફ નેવકેમ સ્ટીરીયો ઈમેજીસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરની ડાબી અને જમણી બંને ઈમેજોનો સમાવેશ થાય છે.