/connect-gujarat/media/media_files/f8HT6phOykduOS3LE0wC.jpg)
દેવપોઢી એકાદશીનું વિશેષ મહત્વ અને આ અગિયારસને મોટી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દિવસથી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ પણ થયો છે.ત્યારે આવનાર 12 નવેમ્બરે 2024 ના રોજ દેવઉઠી એકાદશીએ તે પૂર્ણ થશે.આ સમયગાળામાં લગ્ન, ગૃહપ્રવેશ, યજ્ઞોપવીત જેવા શુભ કાર્યોનાં મુહૂર્ત હોતાં નથી.
આ સમય દરમિયાન પૂજાપાઠ, મંત્ર, જાપ, ગ્રંથોનો અભ્યાસ, દાન-પુણ્ય કરવાનો મહિમા છે. બુધવારે એકદાશીએ પાંચ વર્ષની બાળકીથી લઈ 13 વર્ષ સુધીની કિશોરીઓનાં ગૌરી મોળાકાત વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે, જે પાંચ દિવસ ચાલશે. ચાતુર્માસ 12 નવેમ્બરે મંગળવારે દેવઊઠી અગિયારસે પૂરા થશે. ચાતુર્માસમાં લગ્નનાં મુહૂર્ત હોતાં નથી. આથી આ વર્ષે હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નનાં 19 મુહૂર્ત આવશે.