આજથી ચાતુર્માસનો પ્રારંભ, શુભ કાર્ય પર ચાર મહિના વિરામ

ચાતુર્માસ 12 નવેમ્બરે મંગળવારે દેવઊઠી અગિયારસે પૂરા થશે. ચાતુર્માસમાં લગ્નનાં મુહૂર્ત હોતાં નથી. આથી આ વર્ષે હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નનાં 19 મુહૂર્ત આવશે.

ચાતુર્માસનું મહત્વ
New Update

દેવપોઢી એકાદશીનું વિશેષ મહત્વ અને આ અગિયારસને મોટી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દિવસથી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ પણ થયો છે.ત્યારે આવનાર 12 નવેમ્બરે 2024 ના રોજ  દેવઉઠી એકાદશીએ તે પૂર્ણ થશે.આ સમયગાળામાં લગ્નગૃહપ્રવેશયજ્ઞોપવીત જેવા શુભ કાર્યોનાં મુહૂર્ત હોતાં નથી.

આ સમય દરમિયાન પૂજાપાઠમંત્રજાપગ્રંથોનો અભ્યાસદાન-પુણ્ય કરવાનો મહિમા છે. બુધવારે એકદાશીએ પાંચ વર્ષની બાળકીથી લઈ 13 વર્ષ સુધીની કિશોરીઓનાં ગૌરી મોળાકાત વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છેજે પાંચ દિવસ ચાલશે. ચાતુર્માસ 12 નવેમ્બરે મંગળવારે દેવઊઠી અગિયારસે પૂરા થશે. ચાતુર્માસમાં લગ્નનાં મુહૂર્ત હોતાં નથી. આથી આ વર્ષે હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નનાં 19 મુહૂર્ત આવશે.

#ચાતુર્માસ #શુભ કાર્ય #દેવપોઢી એકાદશી #લગ્નનાં મુહૂર્ત #ગૌરી વ્રત
Here are a few more articles:
Read the Next Article