આજે ઉજવાશે એકાદશીનો પ્રાગટ્ય દિવસ, ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું વ્રતનું મહત્વ

ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ડિસેમ્બરના રોજ એટલે કે આજે કરવામાં આવશે.

New Update
આજે ઉજવાશે એકાદશીનો પ્રાગટ્ય દિવસ, ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું વ્રતનું મહત્વ

ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ડિસેમ્બરના રોજ એટલે કે આજે કરવામાં આવશે. વ્રતને પુરાણોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન જોવા મળે છે. વાસ્તવમાં આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે. અને એટલે જ કહે છે કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.

Latest Stories