સૌભાગ્યવતિ સ્ત્રીઓ સિંદુર વિશે આટલું જાણી લો

હિન્દુ ધર્મમાં લગ્ન સમયે દુલ્હનને માથામાં સિંદુર પુરાવામાં આવે છે . ત્યારબાદ સ્ત્રી હંમેશા સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે સિંદુર લગાવી ને જ જીવતી હોય છે.આ સિંદૂરનું પણ આગવું મહત્વ છે.

New Update
સૌભાગ્યવતિ સ્ત્રીઓ સિંદુર વિશે આટલું જાણી લો :

હિન્દુ ધર્મમાં લગ્ન સમયે દુલ્હનને માથામાં સિંદુર પુરાવામાં આવે છે . ત્યારબાદ સ્ત્રી હંમેશા સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે સિંદુર લગાવી ને જ જીવતી હોય છે.આ સિંદૂરનું પણ આગવું મહત્વ છે.

તો ચાલો થોડું સમજી લઈએ. સેંથામાં સિંદૂર પતિની દીર્ઘાયુ માટે સ્ત્રીઓ ભરે છે. જેનાથી પતિ ઉપર કોઈ સમસ્યા ના આવે. એવુ માનવુ છે કે સુહાગન મહિલાઓને સેંથાની વચ્ચે સિંદૂર લગાવવુ જોઈએ. તેમજ બીજી મહિલાનો સિંદૂર ક્યારે પણ સેંથામાં ન ભરવો.

 કોઈ બીજાનો સિંદૂર તમારી માંગમાં લગાવવુ અશુભ ગણાય છે.પરિણીત મહિલાઓને સિંદૂર હમેશા પતિ કે પોતાના પૈસાથી ખરીદીને જ લગાવવો જોઈ. સિંદૂર ક્યારે પણ કોઈ બીજી વ્યક્તિના પૈસાથી ખરીદીને ના લગાડવો જોઈએ.  

ધ્યાનમાં રાખો કે ભીના વાળમાં ભૂલીને પણ સિંદૂર ન લગાવવો. આવુ કરવાથી ઘરની સુખ-શાંતિ જતી રહે છે ન્હાયા પછી વાળને સારી રીતે સુકાવીને પાણીને ટુવાલથી લૂંછી લો. ત્યારબાદ જ માંગમાં સિંદૂર ભરવો. સિંદુર એ સૌભાગ્યવતી સ્ત્રીઓનું ઘરેણું છે. જેનાથી તેના પતિના ભવિષ્ય પર પણ અસર પડે છે.

Latest Stories