Connect Gujarat
ધર્મ દર્શન 

આજે કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટેનું વ્રત એટલે ફુલકાજળી, જાણો તેનું મહત્વ

આજે કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટેનું વ્રત એટલે ફુલકાજળી, જાણો તેનું મહત્વ
X

આજ 25 ઓગસ્ટ એટલે કે આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી કરવામાં આવે છે. ફુલકાજળી શિવ-પાર્વતી માટે કરવામાં આવે છે.

ફુલકાજળી વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે ફુલકાજળી વ્રત કરે છે. આ દિવસે આખો દિવસ ફુલ સૂંઘીને જ ફળફળાદી-પાણી સહિતની વસ્તુઓ ખાઈ વ્રતની ઊજવણી કરશે. જ્યારે લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરીણિતાઓ પણ આ દિવસે વ્રત કરે છે.

ફુલકાજળી વ્રતનું મહત્વ :-

માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતાં. કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતા પાર્વતીએ ફુલકાજળી વ્રત પણ કર્યું હતું. શ્રાવણ મહિનો એટલે શિવની આરાધના કરવાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. શ્રાવણ વદ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. સારો 'વર' મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.

પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજ તિથિએ કુંવારિકા સવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી શણગાર સજી ભગવાન ભોળાનથના મંદિરે જઈ પ્રથમ શિવ-પાર્વતીની શ્રદ્ધાથી પૂજા કરવી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. પછી ફુલ સૂંઘીને ફળાહાર કરવો.

આ દિવસે વ્રત કરનારે પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય. સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ. આરાધ્ય દેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે.

ફુલકાજળી વ્રતની ઉજવણી :-

પાંચ વર્ષ પછી વ્રતના પારણાં કરવામાં આવે છે. વ્રતની ઊજવણીમાં પાંચ કુંવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે. ચાંદીનું એક ફુલ સ્થાપનામાં રાખી ગોરણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે. કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે.

Next Story