ગીર સોમનાથ: તાલાલાથી ૨૫૯ અસ્થિકુંભોનું હરિદ્વાર ગંગાજીમાં થશે વિસર્જન,અસ્થિનું શાંતિયજ્ઞ સાથે પૂજન

૨૫૯ મૃતકોના અસ્થિનું શિવસેના પરીવાર દ્વારા સ્વખર્ચે હરીદ્વારમાં ગંગામાં પ્રવાહિત કરવામાં આવશે.

New Update
ગીર સોમનાથ: તાલાલાથી ૨૫૯ અસ્થિકુંભોનું હરિદ્વાર ગંગાજીમાં થશે વિસર્જન,અસ્થિનું શાંતિયજ્ઞ સાથે પૂજન

તાલાલાથી ૨૫૯ અસ્થિકુંભોનું હરિદ્વાર ગંગાજીમાં થશે વિસર્જન

અસ્થિનું શાંતિયજ્ઞ સાથે પૂજન

શિવસેના દ્વારા કરાયુ આયોજન

તાલાલા ગીરના મુક્તિ ધામમાં અંતિમવિધિ થયેલ ૨૫૯ મૃતકોના અસ્થિનું શિવસેના પરીવાર દ્વારા સ્વખર્ચે હરીદ્વારમાં ગંગામાં પ્રવાહિત કરવામાં આવશે તાલાલા ગીરના મુક્તિ ધામમાં અંતિમવિધિ થયેલ ૨૫૯ મૃતકોના અસ્થિનું શિવસેના પરીવાર દ્વારા સ્વખર્ચે હરીદ્વારમાં ગંગામાં પ્રવાહિત કરવામાં આવશે.શિવસેના પરીવારના પરેશભાઈ ચૌહાણના જણાવ્યા પ્રમાણે તમામ મૃતકોના અમર આત્માની શાંતિ માટે તાલાલા મુક્તિ ધામમાં શાંતિ યજ્ઞ યોજાયો હતો જેમા તમામ મૃતકોના અસ્થિનું પુજન કરવામાં આવેલ શાંતિ યજ્ઞ બાદ શિવસેના પરિવારના ૧૭ સભ્યો ટ્રેન દ્વારા અસ્થિ કુંભો હરીદ્વાર લઈ રવાના થયેલ છે. આવતીકાલે તારીખ 5ને ગુરૂવારે ૨૫૯ અસ્થિકુંભોનુ ગંગામાં વિસર્જન કરવામાં આવશે.

Latest Stories