/connect-gujarat/media/media_files/2025/12/06/adra-nakshatra-2025-12-06-20-21-36.jpg)
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માર્ગશીર્ષ કૃષ્ણ બીજના પવિત્ર દિવસે અને મહા આદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે વિશેષ મહાપૂજન અને શતરુદ્રિય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ગશીર્ષ કૃષ્ણ બીજના પવિત્ર દિવસે અને મહા આદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટના આયોજન હેઠળ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાપૂજન અને શતરુદ્રિય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. શાસ્ત્રોમાં ઉલ્લેખિત મહા આદ્રા નક્ષત્રનું વિશેષ પૌરાણિક મહત્વ છે. માન્યતા મુજબ આ જ દિવસે ભગવાન શિવ તેજોમય લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/06/somnath-temple-2025-12-06-20-21-56.png)
આ પવિત્ર અવસરે ભગવાન શ્રી સોમનાથ મહાદેવને પંચામૃત અને પવિત્ર દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો, અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શતરુદ્રિય પાઠ સંપન્ન થયો હતો. સમગ્ર વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી આરતી, બિલ્વ પૂજા, મહામૃત્યુન્જય જાપ અને રુદ્રાભિષેક જેવા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો. સંધ્યા સમયે વિશેષ દીપમાળાથી મંદિર પરિસર દિવ્ય તેજથી ઝળહળતું બન્યું હતું. ‘હર હર મહાદેવ’ના જયનાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. “મહાઆદ્રા નક્ષત્રના દિવસે શિવ પૂજા કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વ કલ્યાણ માટે શતરુદ્રિય પાઠ અને મહાપૂજા કરવામાં આવી હતી.