આજે શ્રાવણનો છે પ્રથમ શનિવાર
રોકડિયા હનુમાન ખાતે ઉમટ્યા ભક્તો
રામધૂનનું કરવામાં આવ્યું આયોજન
મંદિરમાં ભક્તોની લાગી ભીડ
દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા
અંકલેશ્વર તાલુકાના નૌગામા અને માંડવા ગામ નજીક આવેલ નાગ તીર્થક્ષેત્ર રોકડીયા હનુમાન મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
અંકલેશ્વર તાલુકાના નૌગામાના નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરૂ આસ્થાનું સ્થાનક છે.હાલમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઈ છે.અને આજરોજ શ્રાવણના પ્રથમ શનિવાર હોવાથી ભકતો શ્રી રામ દુત હનુમાનજીની ભક્તિમાં લિન બન્યા છે.
રોકડિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી,અને મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું,આ પવિત્ર સ્થાની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર,રોકડિયા હનુમાનજી,નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે.અને આ પાવનકારી તીર્થ સ્થાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.આ અવસર નિમિતે મંદિરમાં ચોવીસ કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેનો લ્હાવો પણ ભક્તો લઈ રહ્યા છે.