/connect-gujarat/media/post_banners/c82ce572a2d0c87c3e1b4e697ea79e4b7050760bf829f06222a813c4503d1d20.jpg)
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ મંગેએ થોડા દિવસો પહેલાં સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોઇ શનિવારે તેમનાં પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશીઓ સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ ફરવા ગયા હતા. અહીં તમામ પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા બે પરિવારો પર આભ ફાટ્યું હતું.
શહેરના દિગ્વિયજ પ્લોટ 59માંથી આજે બપોરે મહેશભાઈ મંગે, લીનાબેન મંગે, સિદ્ધ મંગે, અનિતાબેન દામા અને રાહુલ દામાની એકસાથે અંતિમયાત્રા નીકળી હતી. આ પહેલાં આ વિસ્તારમાં અંતિમદર્શન માટે તમામના પાર્થિવદેહ રાખવામાં આવ્યા હતા. મંગે અને દામા પરિવારના લોકોમાં ભારે આંક્રદ છવાયો હતો. આ સમયે ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ હતી. દિગ્વિજય પ્લોટ 59માંથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.