પેરા એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લિટોએ કરી શાનદાર શરૂઆત, પુરુષોની 400m T47 ઈવેન્ટમાં દિલીપ મહાડુએ જીત્યો ગોલ્ડ મેડલ

પેરા એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લિટોએ કરી શાનદાર શરૂઆત, પુરુષોની 400m T47 ઈવેન્ટમાં દિલીપ મહાડુએ જીત્યો ગોલ્ડ મેડલ
New Update

પેરા એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લિટોએ શનિવારે શાનદાર શરૂઆત કરી છે. પુરુષોની 400m T47 ઈવેન્ટમાં દિલીપ મહાડુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 49.28 સેકંડના રન ટાઈમમાં આ મેડલ પોતાના નામે કર્યો હતો. જેની સાથે ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 26 પર પહોંચી છે.

એશિયન પેરા ગેમ્સમાં ભારતે 100 મેડલ જીત્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ! અપ્રતિમ આનંદની ક્ષણ. આ સફળતા આપણા ખેલાડીઓની પ્રતિભા, સખત મહેનત અને નિશ્ચયનું પરિણામ છે. આ અદ્ભુત સીમાચિહ્નરૂપ હૃદયને અપાર ગર્વથી ભરી દે છે. હું આપણા અતુલ્ય એથ્લેટ્સ, કોચ અને તેમની સાથે કામ કરી રહેલા સમગ્ર સપોર્ટ સિસ્ટમ માટે મારી ઊંડી પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ વિજય આપણને બધાને પ્રેરણા આપે છે. તેઓ એક રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે આપણા યુવાનો માટે કંઈપણ અશક્ય નથી.

#India #ConnectGujarat #Dilip Mahadu #wins gold #Para Asian Games
Here are a few more articles:
Read the Next Article