Connect Gujarat
ધર્મ દર્શન 

Indonesia Earthquake: ઈન્ડોનેશિયાના બાલીમાં 7.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Indonesia Earthquake: ઈન્ડોનેશિયાના બાલીમાં 7.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
X

ઈન્ડોનેશિયાના બાલી સમુદ્ર ક્ષેત્રમાં આજે એટલે કે મંગળવાર (29 ઓગસ્ટ)ના રોજ 7.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ANI ના અહેવાલ મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (EMSC) એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 518 કિમી નીચે, ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં હતું.

જોકે, યુએસ જિયોલોજિકલ સર્વે (યુજીએસ) એ ભૂકંપની તીવ્રતા 7.1 હોવાનો અંદાજ લગાવ્યો છે. ધરતીકંપ ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા ટેંગારાના બંગસલ નજીક 525 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જો કે આ દરમિયાન એ પણ રાહતની વાત છે કે દરિયાની ઉંડાઈમાં ભૂકંપના જોરદાર આંચકાને કારણે સુનામીનો કોઈ ખતરો નથી. આ જાણકારી અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવી છે.

Next Story