શું તમારા ઘરમાં તો નથી ને પિતૃઓનો દોષ? જાણો કેવી રીતે કરવામાં આવે છે આ દોષનો ઉપાય....

પિતૃઓને પ્રસન્ન કરવા માટે દરરોજ સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે

New Update
શું તમારા ઘરમાં તો નથી ને પિતૃઓનો દોષ? જાણો કેવી રીતે કરવામાં આવે છે આ દોષનો ઉપાય....

પિતૃઓમાં આશીર્વાદથી ઘર અને પરિવારનો વિકાસ થાય છે. પરંતુ જો પિતૃ દોષ હોય તો તમારી 7 પેઢી સુધી તેનું પરિણામ ભોગવવું પડે છે. તો જાણો ઘરમાં પિતૃ દોષ છે કે નહીં તે કેવી રીતે ઓળખવો અને તેને નિવારવાના ઉપાયો વિષે...

· જો પરિવારમાં કોઈ અચાનક અકસ્માત કે નોકરી ધંધામાં પ્રગતિનો અભાવ, ઘરેલુ અનેક પરેશાનીઓ, સંતાન સંબંધિત સમસ્યાઓ, લગ્ન જીવનમાં અવરોધ, ખરાબ સ્વાસ્થ્ય વગેરે પિતૃ દોષના લક્ષણો છે.

· પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓની મૃત્યુ તિથી અથવા શ્રાદ પક્ષ દરમિયાન સર્વ પિતૃ અમવસ્યા પર તર્પણ કરો અને બ્રાહમણને ભોજન કરાવો. તમારાથી બને તેટલું દાન કરો.

· પિતૃઓને પ્રસન્ન કરવા માટે દરરોજ સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

· વર્ષની દરેક એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાએ ત્રિપંડી શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કર્યા પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, સોનું, ગાય, ચંડિનું દાન કરવું જોઈએ. આમ કરવાથી પિતૃઓને રાહત મળે છે.

· કોઈ પણ સાર્વજનિક સ્થળે પીપળનું વૃક્ષ વાવો અને તેની સેવા કરો. શ્રીમદ ભાગવત ગીતાના સાતમા અધ્યાયના દરરોજ પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે. 

Latest Stories