/connect-gujarat/media/media_files/2025/10/10/karva-chauth-2025-2025-10-10-15-06-29.jpg)
કરવા ચોથ એ પરિણીત મહિલાઓ દ્વારા મનાવવામાં આવતો એક મહત્વપૂર્ણ વ્રત છે. હિન્દુ કેલેન્ડર મુજબ, કરવા ચોથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર મનાવવામાં આવે છે. કરવાચોથ પરિણીત મહિલાઓ આખો દિવસ પાણી પીધા વગર ઉપવાસ કરે છે સાંજે ચોથ માતાની પૂજા અને કથા બાદ ચંદ્રને અર્પણ કરવામાં આવશે. આ પછી પરિણીત મહિલાઓ પોતાના પતિના હાથનું પાણી પીને વ્રત પૂર્ણ કરશે.
ચોથ માતાની પૂજા પ્રદોષ કાળ અથવા સૂર્યાસ્ત દરમિયાન સાંજે થશે. સાંજે 7 વાગ્યાથી દેશભરમાં ચંદ્ર દેખાશે. લગભગ રાત્રે 9 વાગ્યે એ ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાઓ વચ્ચે દેખાશે. પંડિતોનું કહેવું છે કે જો હવામાનને કારણે ચંદ્ર ન દેખાય તો ચંદ્રોદય સમયે ઉત્તર-પૂર્વ દિશામાં ચંદ્રની પૂજા કરીને વ્રત પૂર્ણ કરી શકાય છે.
સત્યયુગથી પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરવાની પરંપરા પ્રચલિત છે. એની શરૂઆત સાવિત્રીના પતિ પ્રત્યેના સમર્પણથી થઈ હતી. જ્યારે યમ આવ્યા ત્યારે સાવિત્રીએ તેને તેના પતિને લઈ જતા અટકાવ્યા અને તેના મક્કમ સંકલ્પ સાથે તેણે તેમને પાછા મેળવ્યા. ત્યારથી પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરવામાં આવે છે.