ખેડા : મહુધા વિધાનસભા મત વિભાગમાં યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત નવતર પ્રયોગ..

ખેડા : મહુધા વિધાનસભા મત વિભાગમાં યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત નવતર પ્રયોગ..
New Update

.ખેડા જિલ્લાની ૧૧૮-મહુધા વિધાનસભા મત વિભાગમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત યુવા મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમજ વધુમાં વધુ નવા યુવા મતદારો ઉમેરાય તે હેતુથી નવતર પ્રયોગ કરી યુવા મતદાર જાગૃતિનો કાર્યક્રમ મહુધા શહેર ખાતે આવેલ નગીના વાડીમાં સંગીત ખુરશીની સ્પર્ધા રાખવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહુધા શહેર ખાતે આવેલ એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ, આઇ.ટી.આઇ. તથા સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો કે, જેઓએ પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરાવેલ નથી તેવા યુવા મતદારો અંદાજિત ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા, જેમાંથી ૧૦૦થી વધુ યુવા મતદારો કે, જેઓએ પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરાવેલ નથી તેવા તમામ યુવા મતદારોના ફોર્મ ભર્યા હતા. તેમજ સંગીત ખુરશી સ્પર્ધામાં વિજેતા થયેલ યુવા મતદારોને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે યોજાનાર ખાસ ઝુંબેશના દિવસે વધુમાં વધુ લોકો આ લોકશાહીના ઉત્સવમાં ભાગ લે તેમજ વધુ યુવા મતદારો તેઓની નોંધણી કરાવી આ કાર્યક્રમને સફળ બનાવે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.

#ConnectGujarat #Kheda #Voter awareness campaign #new experiment #Mahudha assembly #constituency
Here are a few more articles:
Read the Next Article