હિન્દુ ધર્મમાં જનોઈનું મહત્વ જાણો

યજ્ઞોપવીતને જનોઈ કહે છે. જનોઈ એ ત્રણ દોરા વાળું સૂત્ર છે જે પુરુષો તેમના ડાબા ખભાના ઉપરથી જમણા હાથની નીચે સુધી પહેરે છે. જનોઈ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેના તમામ નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે,

જનોઈ
New Update

હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખે છે.યજ્ઞોપવીત સંસ્કારને હિંદુ ધર્મના મુખ્ય સંસ્કારોમાંથી એક મનાય છે.

યજ્ઞોપવીતને જનોઈ કહે છે. જનોઈ એ ત્રણ દોરા વાળું સૂત્ર છે જે પુરુષો તેમના ડાબા ખભાના ઉપરથી જમણા હાથની નીચે સુધી પહેરે છે. જનોઈ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેના તમામ નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે,

જેનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.કેટલાક લોકોના ઘરમાં જનોઈ વિધિ બાળપણમાં કરવામાં આવે છે તો કેટલાક લોકો લગ્ન પહેલા કરે છે. જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને યજ્ઞ અને સ્વાધ્યાય કરવાનો અધિકાર મળે છે.

જનોઈ પહેરવાના ઘણા ફાયદા છે. આ કારણે જનોઈ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જનોઈ ત્રણ સૂત્રોથી બનેલી છે. તે દેવરુણ, પિતૃરુણ અને ઋષિરુણનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તેને સત્વ, રજ અને તમનું પ્રતીક પણ કહેવામાં આવે છે.

યજ્ઞોપવીતના દરેક સૂત્રમા ત્રણ તાર છે. આ રીતે, જનોઈ નવ તારથી બનેલી છે. આ નવ તારને શરીરના નવ દ્વાર માનવામાં આવે છે. તેમાં મૂકેલી પાંચ ગાંઠ બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે.

આથી હિંદુ ધર્મમાં જનોઈને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પવિત્રતા જાળવવા માટે તેના નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું 

Here are a few more articles:
Read the Next Article