જાણો જયા પાર્વતિ વ્રતનું મહત્વ

જયા પાર્વતિ વ્રત મુખ્યત્વે બાળાઓ કરતી હોય છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. આ વ્રત એ શિવ – પાર્વતિની પુજા અર્ચનાનું વ્રત છે

New Update
વ્ર્તા

જયા પાર્વતિ વ્રત મુખ્યત્વે બાળાઓ કરતી હોય છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. આ વ્રત એ શિવ – પાર્વતિની પુજા અર્ચનાનું વ્રત છે.

 વ્રત ના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારીકાઓ વ્રત નું સમાપન કરે છે. આ વ્રત કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછાં પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે.અને પછી ઉજવાનું કરવામાં આવે છે.

જયાપાર્વતી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. અવિવાહિત મહિલાઓ પણ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે. આ વ્રત કરવાથી પરિણીત મહિલાઓને તેમના પતિના લાંબા આયુષ્ય, સુખી દામ્પત્ય જીવનનું વરદાન મળે છે.

 અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ એ દેવી પાર્વતીને પ્રસન્ન કરવા જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે. આ વ્રતથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

 ઉપરાંત એવી માન્યતા છે કે જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવની કૃપાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. માન્યતાઓ અનુસાર આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે.જયા પાર્વતી વ્રતના 5 દિવસના ઉપવાસ દરમિયાન મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

 માન્યતા અનુસાર, કેટલાક લોકો પાંચ દિવસના ઉપવાસના સમયગાળા દરમિયાન અનાજ અને તમામ પ્રકારની શાકભાજીનો ઉપયોગ કરવાનું ટાળે છે. જયાપાર્વતી વ્રત પાંચ, સાત, નવ, અગિયાર અને વધુમાં વધુ વીસ વર્ષ માટે નિર્ધારિત છે.

Latest Stories