આપના હિન્દુ ધર્મમાં કંકુનું જાણો મહત્વ

હિન્દુ ધર્મમાં કંકુનું વિશેષ મહત્વ રહેલું છે. ડાર્ક ઘરમાં તમને કંકુની કંકાવટી જોવા મળતી હોય છે . પુજા-અર્ચના અને અને અનેક ધાર્મિક કાર્યોમાં કંકુ આગવું સ્થાન ધરાવે છે. ઘર- મંદિર બધી જગ્યાએ પૂજાની થાળીમાં કંકુ અવશ્ય જોવા મળે છે

New Update
આપના હિન્દુ ધર્મમાં કંકુનું જાણો મહત્વ

હિન્દુ ધર્મમાં કંકુનું વિશેષ મહત્વ રહેલું છે. ડાર્ક ઘરમાં તમને કંકુની કંકાવટી જોવા મળતી હોય છે . પુજા-અર્ચના અને અને અનેક ધાર્મિક કાર્યોમાં કંકુ આગવું સ્થાન ધરાવે છે. ઘર- મંદિર બધી જગ્યાએ પૂજાની થાળીમાં કંકુ અવશ્ય જોવા મળે છે. કંકુનો લાલ રંગ પ્રેમઉત્સાહઉમંગનું પ્રતીક છે. ગ્રંથોમાં પણ તેને દિવ્યતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. કહેવાય છે કે કંકુનું તિલક માન-સન્માન વધારનારું છે પૂજામાં ભગવાનને અર્પિત થતી વસ્તુઓનું ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે.

પૂજા કર્મમાં ખાસ કરીને કંકુનું વિશેષ મહત્વ છે. ભગવાનને કંકુથી તિલક લગાવવામાં આવે છેઆપણે માથા પર પણ કંકુ લગાવીએ છીએ.  પૂજા-પાઠની સાથે જ દૈનિક જીવનમાં પણ કંકુનો ઉપયોગ થાય છે. પુરુષ તિલક અને મહિલાઓ કંકુની ચાંદલો લગાવે છે. પ્રાચીન સમયમાં જ્યારે રાજાઓ યુદ્ધ કરવા માટે જતાં હતાં ત્યારે તેમના વિજય માટે પ્રતીક રૂપમાં કંકુનું તિલક લગાવવામાં આવતું હતું. કંકુનું તિલક સન્માનનું પ્રતીક છે. આ તિલક આપણને જવાબદારીઓનો અહેસાસ કરાવે છે. આયુર્વેદમાં કંકુને ઔષધિ માનવામાં આવે છે. તેને હળદર અને ચણા કે લીંબુના રસમાં હળદરને ભેળવીને બનાવવામાં આવે છે. હળદર લોહીને સાફ કરે છે અને શરીરની ત્વચાનું સૌંદર્ય વધારે છે. કંકુથી મનની એકાગ્રતા વધે છે અને મન નકામી વાતો તરફ જતું નથી.

 

Latest Stories