જાણો શું છે દાન પુણ્યનું મહત્વ.? શું ખરેખર થાય છે પુણ્યની પ્રાપ્તિ

દાનનો અર્થ છે આપવું. પોતાની ઈચ્છા થી આપીને પાછું ન લેવામાં આવે તેને દાન કહેવાય છે. દાનમાં અન્ન,જળ,ધન- ધાન્ય, શિક્ષા , ગાય, બળદ આપવામાં આવતા હોય છે.

New Update
દાન પુણ્યનું મહત્વ

હિન્દુ ધર્મમાં દાન-પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે. અને માપન કો તહેવાર હોય કે કોઈ તિથી હોય ત્યારે દાન ધર્મ લોકો અવશ્ય કરતાં હોય છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શુભ માનવામાં આવે છે. દાન કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કેટલાક કામ દરેક વ્યક્તિ માટે ફરજિયાત જણાવાયા છે. પોતાના સામર્થ્ય મુજબ અને ઈચ્છા શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની કમાણીનો નાનામાં નાનો હિસ્સો દાન ધર્મમાં વાપરવો જોઈએ.

 દાનનો અર્થ છે આપવું. પોતાની ઈચ્છા થી આપીને પાછું ન લેવામાં આવે તેને દાન કહેવાય છે. દાનમાં અન્ન,જળ,ધન- ધાન્ય, શિક્ષા , ગાય, બળદ આપવામાં આવતા હોય છે. ધર્મ ગ્રંથોમાં જણાવાયા અનુસાર દાનના 4 પ્રકાર જણાવાયા છે .. નિત્યદાન , કામ્યદાન , નૈમિતિક દાન , વિમલ દાન. દાનનો વિધાન બધા માટે નથી. જે ધન-ધાન્યથી સંપન્ન છે, તે જ દાન આપવાના અધિકારી છે. ખાસ વાત એ છે કે દાન સુપાત્રને જ આપો, કુપાત્રને આપેલું દાન વ્યર્થ જાય છે.વાસ્તવમાં દાન એક સામાજિક વ્યવસ્થા છે.

સમાજમાં તેનાથી સંતુલન બને છે. દાનના કારણે જ અનેક નિર્ધન પરિવારના લોકોનું ભરણ પોષણ થઈ શકે છે. પહેલાના સમયમાં બ્રાહ્મણને જ દાનનું સદપાત્ર માનવામાં આવતા હતા, કારણ કે બ્રાહ્મણ સંપૂર્ણ સમાજને શિક્ષિત કરતો હતો. ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્ર, અન્ન અને ગાયનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

હિન્દુ ધર્મમાં દાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ગુપ્ત રીતે કરવામાં આવેલું દાન ઘણી પેઢીઓ સુધી ફાયદાકારક રહે છે. અનાજનું દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે અનાજનું દાન કરવાથી દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંનેની કૃપા વરસે છે.

તો સાથે જ ગોળનું દાન કરવાથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે માન્યતા અનુસાર ગોળનું દાન કરવાથી સુખમાં વધારો થાય છે.સનાતન ધર્મમાં પણ તલના દાનનું વિશેષ મહત્વ છે. અમાસ વગેરે પર તલનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદને નવા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરવાથી ફાયદો થાય છે. વ્યક્તિના અટકેલા કામ પૂરા થાય છે.

Latest Stories