જગતગુરુ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર ભક્તોના કલ્યાણ માટે હજારો વર્ષો પહેલા અવતાર ધારણ કર્યો તે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર અવસરે સોમનાથ તીર્થ કૃષ્ણ ભક્તિમાં મગ્ન બન્યું છે.
સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તેમના ચરણોમાં માખણનો ઘડો ધરવામાં આવ્યો હતો, જ્યોતિર્લિંગ સમીપ વાસુદેવજી શ્રીકૃષ્ણને ટોકરીમાં માથે લઈને યમુના પાર કરતા હોય અને શેષનાગ માથા પર છાયા આપી રહેલ હોય તે પ્રકારનું દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે સાંજ સુધીમાં 55,000 થી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. અને સતત ભક્તોનો પ્રવાહ અવિરત રહ્યો હતો.