સોમનાથ જ્યોતિર્લિંગ પર બાળકૃષ્ણની પ્રતિકૃતિ સાથે કૃષ્ણ જન્મોત્સવનું ભાતચિત્ર ઊભું કરાયું

શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તેમના ચરણોમાં માખણનો ઘડો ધરવામાં આવ્યો હતો

સોમનાથ જ્યોતિર્લિંગ પર બાળકૃષ્ણની પ્રતિકૃતિ સાથે કૃષ્ણ જન્મોત્સવનું ભાતચિત્ર ઊભું કરાયું
New Update

જગતગુરુ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર ભક્તોના કલ્યાણ માટે હજારો વર્ષો પહેલા અવતાર ધારણ કર્યો તે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર અવસરે સોમનાથ તીર્થ કૃષ્ણ ભક્તિમાં મગ્ન બન્યું છે.

જુઓ વિડિયો:- સોમનાથ જ્યોતિર્લિંગ પર બાળકૃષ્ણની પ્રતિકૃતિ સાથે કૃષ્ણ જન્મોત્સવનું ભાતચિત્ર ઊભું કરાયું

સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તેમના ચરણોમાં માખણનો ઘડો ધરવામાં આવ્યો હતો, જ્યોતિર્લિંગ સમીપ વાસુદેવજી શ્રીકૃષ્ણને ટોકરીમાં માથે લઈને યમુના પાર કરતા હોય અને શેષનાગ માથા પર છાયા આપી રહેલ હોય તે પ્રકારનું દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે સાંજ સુધીમાં 55,000 થી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. અને સતત ભક્તોનો પ્રવાહ અવિરત રહ્યો હતો.

#Somnath #Lord Krishna #Somnath Jyotirlinga #બાળકૃષ્ણ #કૃષ્ણ જન્મોત્સવ #સોમનાથ #સોમનાથ મહાદેવ શણગાર #Janmashtami 2023
Here are a few more articles:
Read the Next Article