Connect Gujarat
ધર્મ દર્શન 

કચ્છ: ગાંધીધામમાં બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથાનો પ્રારંભ

બાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેંદ્રક્રુષ્ણ શાસ્ત્રી ગાંધીધામમાં આયોજિત પાંચ દિવસીય હનુમાન કથા અને દિવ્ય દરબાર માટે આવી પહોંચ્યા

X

કચ્છના ગાંધીધામ ખાતે શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથાનો પ્રારંભ કરાયો છે બાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેંદ્રક્રુષ્ણ શાસ્ત્રી ગાંધીધામમાં આયોજિત પાંચ દિવસીય હનુમાન કથા અને દિવ્ય દરબાર માટે આવી પહોંચ્યા હતા, જેનો આયોજકો અને ભાવિકોએ ભાવવિભોર આવકાર આપ્યો હતો.

દાદાભગવાન મેદાન ખાતે નિર્મીત મહામંડપમાં આયોજિત કાર્યક્રમમાં અંદાજે 25 હજારથી વધુ ભાવીકો પ્રથમ દિવસેજ ઉમટી પડ્યા હતા. જેમાં સુંદરકાંડ આધારીત હનુમાન કથાની તેમણે શરૂઆત કરીને ગુજરાતી અને કચ્છી ભાષાના શબ્દોનું પણ ઉચ્ચારણ કરીને લોકોના હ્રદયને જીતવાનો પ્રયાસ કર્યો હતો. કચ્છનું રણ સમગ્ર દેશ માટે આકર્ષણ અને ચર્ચાનો વિષય બની રહ્યુ છે ત્યારે કચ્છમાં ગાંધીધામના દ્વારે આવેલા ધીરેંદ્ર શાસ્ત્રીએ કચ્છ અને તેની આર્થિક ગાંધીધામને આર્થીક રાજધાની જણાવીને જિલ્લાનો સતત વિકાસ થતો રહે તેવા આર્શીવચન આપીને કચ્છમાં જો શક્ય બન્યું વધુ રોકાણ કરવાની અને એક રાત્રી આ વખતે કચ્છના રણમાં રોકાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Next Story