મહેસાણા : ઉમિયાધામમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર, માઁ ઉમિયાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

નવલા નોરતના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે માઁ ઉમિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.

New Update
મહેસાણા : ઉમિયાધામમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર, માઁ ઉમિયાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

આસો સુદ એકમ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે નવલા નોરતના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે માઁ ઉમિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.

હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું ધાર્મિક મહત્વ ખૂબ રહ્યું છે. આ પર્વમાં ખાસ દૂર્ગામાંની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કુળદેવી, ચામુંડા માતા કે, ગાયત્રી માતાનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો ઉપવાસ કરી માતાની આરાધના કરતા હોય છે. નવરાત્રિના 9 દિવસમાં માતાના અલગ-અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે આજથી શરૂ થતી આસો નવરાત્રીના પ્રથમ દિવસે ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી માઁ ઉમિયાના દર્શનાર્થે માઈભક્તો ઉમટ્યા હતા. આ પ્રસંગે માઁ ઉમિયાના દર્શન સાથે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી મુક્ત થાય તે માટે ભક્તોએ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.