હવામાન વિભાગની આગાહી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

New Update
હવામાન વિભાગની આગાહી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન રહશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ પડશે.

ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગે આ ગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વરસાદ વરસી શકે છે.

Latest Stories