Connect Gujarat
દેશ

રાજ્યમાં ફરી ચોમાસુ થયું સક્રિય, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી, આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદ

રાજ્યમાં ફરી ચોમાસુ થયું સક્રિય, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી, આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદ
X

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત, વલસાડ,ભરૂચ,ડાંગ,નવસારી,નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ,ખેડા, દાહોદ, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આ સિવાય અમરેલી, ભાવનગર, દિવ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 8,9,10 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદે છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નુકસાનનો ડર સતાવી રહ્યો છે.

વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે. મકાઈ, ડાંગર સહીત વિવિધ પાક બગડવાની ભીતિ છે. દાહોદ જિલ્લામાં ખેડૂતોને વરસાદ ખેંચાતા ચિંતિત તેમજ હાલાકીનો સામનો કરવો પડે છે.

Next Story