Connect Gujarat
ધર્મ દર્શન 

20 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

20 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ, લ, ઇ):

ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે-આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. જીવન ની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે. તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવન ની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો, તો તમારા માટે આજ નો દિવસ સારો છે.

વૃષભ (બ.વ.ઉ) :

મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે. આજે તમારી પાસે પૂરતો સમય હશે તેવી સંભાવના છે, પરંતુ ખ્યાલી પુલાવ માં આ કિંમતી ક્ષણો ને બગાડો નહીં. કંઈક મજબૂત કરવા થી આવતા સપ્તાહની સુધારણા માં મદદ મળશે.

મિથુન (ક.છ.ઘ) :

તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી તમને ધન લાભ થયી શકે છે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી, તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે. તમારી શક્તિ કરતા વધારે કામ કરવું તમારા માટે હાનિકારક સાબિત થશે.

કર્ક (ડ,હ) :

તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. કોઈ નજીકી સંબંધી ની મદદ થી આજે તમે પોતાના વેપાર માં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે। રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવા માં સમર્થ છો, તો તમારે આ સમય નો યોગ્ય રીતે ઉપયોગ કરવા નું શીખી લેવું જોઈએ. આ કરી ને તમે તમારા ભવિષ્ય માં સુધારો કરી શકો છો. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો. તમને ક્યાંક થી લોન મળી શકે છે, જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે.

સિંહ (મ,ટ) :

લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે. તારાઓ ના જણાવ્યા અનુસાર, આજે તમે તમારા મિત્રો સાથે એક સરસ સંધ્યા પસાર કરવા જઇ રહ્યા છો. ફક્ત યાદ રાખો કે જો કંઈક પણ વસ્તુ અતિશય છે, તો તે સારું નથી.

કન્યા (પ,ઠ,ણ):

તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો. દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી, આના થી તમારા સંબંધો સુધારવા ને બદલે બગડી શકે છે. આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રી ની સફાઈ માં વિતાવશો. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે. પૈસા ને એટલું મહત્વ ન આપો કે તમારા સંબંધ બગડે. યાદ રાખો કે પૈસા મળી શકે છે પરંતુ સંબંધો નહીં.

તુલા(ર,ત) :

માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ આજ ના દિવસ માટે સારી નથી તેથી આજ ના દિવસે તમારે તમારા ધન ની ખાસ શુક્રક્ષ રાખવી જોઈએ। તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રૉજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ. તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનું સ્રોત દેખાશે. તમારે જે સંબંધો ને મહત્ત્વ આપ્યું છે તેને સમય આપવા નું શીખવું પડશે, નહીં તો સંબંધ તૂટી શકે છે. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો. આજે તમે સમજી શકો છો કે સારા મિત્રો તમને ક્યારેય છોડશે નહીં.

વૃશ્ચિક(ન,ય) :

પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. તમારા પ્રિયપાત્રનું. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી. સફર માં કોઈ સુંદર અજાણી વ્યક્તિ ને મળવું તમને વધુ સારું લાગે છે.

ધન(ભ,ધ,ઢ,ફ) :

તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો. તાજા સવાર નો સૂર્ય આજે તમને નવી શક્તિ આપશે.

મકર(ખ,જ):

કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે. તમારો મિત્ર આજે ઉગ્ર પ્રશંસા કરી શકે છે.

કુંભ(ગ.સ.શ.ષ) :

તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારૂં મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માં થી સલાહ લયી શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો। લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. તમે ખાલી સમય માં મૂવી જોઈ શકો છો, તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમય નો બગાડ કર્યો છે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે. આજ નો દિવસ પરિવાર અથવા મિત્રો સાથે વિતાવશે. શક્ય છે કે તમે પોતાને નારાજ અથવા ફસાઈ ગયા ની અનુભૂતિ કરશો, કારણ કે અન્ય લોકો ખરીદી માં સંપૂર્ણપણે વ્યસ્ત થયી જાય છે.

મીન (દ,ચ,ઝ,થ) :

આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. જો તમે પ્રેમ જીવન ના તાર ને મજબૂત રાખવા માંગતા હો, તો પછી ત્રીજા વ્યક્તિ ના શબ્દો સાંભળી ને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો. આ રાશિ ના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે. કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગી માં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી, તેમ છતાં, આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવા માં સમર્થ હશો. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં. તમારા પ્રિયજનો સાથે મૂવી જોવી એ ખૂબ સરસ અને મનોરંજક છે.

Next Story