આવતી કાલે બાલ ગોપાલનો જન્મદિવસ... આઠમ એટલે ચારે કોઈ જોવા મળતી ખુશીની લહેર, નંદકિશોરનો જન્મદિવસ જન્માષ્ટમી... આ અવસર પર શ્રી કૃષ્ણના જ્ન્મને લઈને વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે અને લોકો ઉપવાસ પણ કરે છે અને મીઠાઇ અને પ્રસાદ વહેચે છે. ત્યારે તમે હજી નક્કી નથી કર્યું કે ભગવાનને પ્રસાદમાં શું અર્પણ કરવું, તો તમે હવે ચિંતા ના કરો. આજે અમે તમને જણાવીશું પંજરીની પ્રસાદી કેવી રીતે બનાવવી...
પંજરીની પ્રસાદી બનાવવાની રીત:-
§ 1 કપ ધાણા પાવડર
§ 1/2 કપ દળેલી ખાંડ
§ 1/2 કપ બારીક સમારેલી બદામ
§ 1/2 કપ બારીક સમારેલા કાજુ
§ 1 ચમચી કિસમિસ
§ 1/2 કપ છીણેલું નારિયેળ
§ 2 ચમચી કપ ઘી
§ 1/2 કપ મખાના
§ 1/2 ચમચી એલચી પાવડર
પંજરી બનાવવાની રીત:-
§ એક કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો, તેમાં કાજુ અને બદામ નાખીને હળવા હાથે શેકી લો. પછી તેને એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.
§ હવે એ જ પેનમાં મખાનાને પણ ઓગાળી લો અને પછી તેને બાજુ પર રાખો.
§ એ જ પેનમાં બાકીનું ઘી ગરમ કરો અને પછી તેમાં ધાણા પાવડર ઉમેરીને 10 મિનિટ સુધી ધીમી આંચ પર શેકી લો. ધ્યાનમાં રાખો કે ધાણા પાવડર સારી રીતે શેકેલો હોવો જોઈએ, નહીં તો તેનો સ્વાદ કડવો લાગશે. ધાણા પાવડરમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
§ હવે તેમાં મખાના, શેકેલા બદામ-કાજુ, કિસમિસ, એલચી પાવડર અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરો. તેને ફરીથી ધીમી આંચ પર હલાવો અને 2 મિનિટ પછી ગેસ બંધ કરીને ઠંડુ કરો.
§ તમારો પંજીરી પ્રસાદ પણ તૈયાર છે, તમે તેને અર્પણ કર્યા પછી મહેમાનોને વહેંચી શકો છો.